ગીરના સાવજો હવે છેક ભાવનગરની ભાગોળે પહોંચી ગયા છે. શહેરથી માત્ર 25 કિલોમીટરના અંતરે આવેલી મેલકડી અને માળનાથની ગીરીમાળામાં સાવજોના લાંબા સમયથી ડેરા તંબુ છે અને એકલ-દોકલ મારણ કરી પેટની આગ ઠારી રહ્યા છે. પરંતુ તાજેતરના સમયમાં સાવજોની સંખ્યા વધી છે. છેલ્લા 8-10 દિવસથી આ ડુંગરમાળામાં મારણના બનાવ વધ્યા છે.
મેલકડીના ડુંગરમાં એક ગાય સહિત 6 ગૌવંશનો સિંહોએ શિકાર કર્યો













