ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રોડ પર ખાડા પડી ગયાં છે. રસ્તા ખરાબ થઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. ત્યારે ભાવનગરના મહુવામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્રએ રોડ પર પડેલા ખાડા અને ગાબડાં પૂરવા માટે ચીકણી માટીનો ઉપયોગ કરતા વાહનચાલકો સ્લીપ થઈ રહ્યાં છે.
ગાબડા પુરવા માટે ચીકણી માટી નાંખી













