આજે 23મી ઑગસ્ટે રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા ભાવનગર રીજનલ સાયન્સ સેન્ટરમાં RYLA (રોટરી યુથ લીડરશિપ એવોર્ડ્સ) નું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 200 બાળકો એમાં ભાગ લીધો. દિવસની શરૂઆત કાનક જૈન દ્વારા યોગ સત્રથી થઈ હતી. ત્યારબાદ ડાયટિશિયન અને કાઉન્સેલર ડૉ. જિનાલી મોદીએ સારા ભવિષ્ય માટે સારા સંસ્કારો અને સારી આદતો વિકસાવવી વિષય પર સત્ર લીધું હતું.


વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા

નેશનલ સ્પેસ ડે નિમિત્તે ઇસરોના વૈજ્ઞાનિક ડૉ. સંદીપ ઓઝા ઉપસ્થિત રહ્યા અને બાળકો સાથે ખૂબ જ રસપ્રદ અને ઈન્ટરએક્ટિવ સત્ર લીધું હતું. આ ઉપરાંત ડ્રોઇંગ સ્પર્ધા અને એક્સટેમ્પોરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

ક્લબ પ્રમુખ નમ્રતા ચઢ્ઢા, ક્લબ સેક્રેટરી સુનિતા શાહ અને ક્લબના સભ્યો કૃષ્ણા શાહ, દુરીયા જીરૂવાલા તથા નિધી શર્મા હાજર રહ્યા હતાં. આરએસસીના ડિરેક્ટર ડૉ. ગિરીશ ગોસ્વામી તથા તેમના સ્ટાફના સંપૂર્ણ સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.


  • Follow us on: