ભાવનગરની

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) ખાતે વિદ્યાર્થી સંગઠન NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો અને ગેરવ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી પરિસરમાં વિરોધ નોંધાવીને કુલપતિને રજૂઆત કરી હતી.

બે ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રિત હતી રજૂઆત 

તેમની રજૂઆત મુખ્યત્વે બે ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રિત હતી: 1. યુનિવર્સિટીના ખરાબ રોડ; યુનિવર્સિટી કેમ્પસના આંતરિક માર્ગોની અત્યંત ખરાબ હાલત, 2. નિરાશાજનક શૈક્ષણિક પરિણામો; સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના અભ્યાસક્રમોમાં આવેલા અત્યંત ઓછા પરિણામો. ખાસ કરીને અંગ્રેજી અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોમાં પરિણામોનું સ્તર અપેક્ષા કરતાં ઘણું ઓછું આવતાં વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા વ્યાપી છે.

NSUI દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી 

NSUIએ આ પરિણામોને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાજનક ગણાવ્યા હતા. વિરોધ દરમિયાન NSUIના હોદ્દેદારોએ કુલપતિને પ્રતીકાત્મક રીતે પુષ્પગુચ્છ અર્પણ કરીને નમ્રતાપૂર્વક રજૂઆત કરી હતી. NSUI દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે આ નિરાશાજનક પરિણામોની તાત્કાલિક ફરીથી સમીક્ષા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે રીતે તેમાં સુધારો કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓના હિતમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.


  • Follow us on: