ભાવનગરના મહુવામાં દુર્ઘટના થતાં રહી ગઈ છે. PGVCL સબસ્ટેશનમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેના કારણે મહુવા તથા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ ઘટના બનતાં જ PGVCLના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર થોડીવારમાં જ કાબુ મેળવી લેવાયો હતો.
નેસવડ પાસે આવેલા PGVCL સબસ્ટેશનમાં બ્લાસ્ટ













