ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. બુટલેગરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ હુમલા પાછળ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની અદાવત હોવાનું કહેવાય છે. ઘટના સામે આવી છે ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારથી. જ્યાં બુટલેગરોએ નીતિનભાઈ રાઠોડના માથાના ભાગે મારીને જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલા બાદ નીતિનભાઈને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા













