ભાવનગર શહેરમાં ત્રણ દિવસ પહેલા બનેલી એક ચકચારી હત્યા કેસમાં હવે ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ હત્યા જૂની અદાવતના સમાધાનના બહાને બોલાવીને કારથી કચડી નાખવાથી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાન હાર્દિક કુકડીયાને તેના વિરોધીઓએ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને કુંભારવાડા નારી રોડ પર આવેલા દસનાળા પાસે બોલાવ્યો હતો. હાર્દિક કુકડીયા અને તેની સાથે તેના છ મિત્રો બાઇક પર ઘટના સ્થળે પહોંચ્યા હતા. કુલ સાત યુવકોને ફોર વ્હીલ કારથી કચડી નાખવાનો ભયાનક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં યુવકની હત્યાને લઈ તપાસ
CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આરોપીઓએ પૂરઝડપે કાર ચલાવીને હાર્દિક અને તેના મિત્રોને ટક્કર મારી હતી. આ ઘટનામાં કારનો પાછળથી ટક્કરો મારતા હાર્દિક કુકડીયાનું મોત નિપજાવવામાં આવ્યું હતું. હાર્દિકની સાથે રહેલા અન્ય છ લોકોને પણ શરીરમાં ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. CCTV ફૂટેજમાં કારની સ્પીડ અને તેની ગંભીરતા જોઈ શકાય છે, જે હત્યાના ઇરાદાને સાબિત કરે છે.













