ભાવનગરમાં પ્રખ્યાત તબીબે આત્મહત્યા કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના જાણીતા સર્જન ડો. રાજેશ રંગલાણીએ આત્મહત્યા કરી. ડો. રાજેશ રંગલાણીએ સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં પોતાના જ દવાખાનામાં ઇન્જેકશન મારી જીવન ટૂંકાવ્યું. તબીબના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ડોક્ટર રાજેશે આત્મહત્યા કરતાં પરીવાર પર જાણે આભ તૂટી પડયું. જાણીતા ENT સર્જન છે ડો. રાજેશ રંગલાણી. પ્રખ્યાત તબીબના મોત સમાચાર સામે આવતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો. 


પોતાના દવાખાનામાં જ ડોક્ટરનો આપઘાત

શહેરના પ્રખ્યાત ENT સર્જન ડોકટર રાજેશ રંગલાણી વાઘાવાડી રોડ પર આવેલ માધવબાગના સૂર્યદીપ કોમ્પ્લેક્ષમાં ખાનગી કલીનીક ચલાવે છે. ગતરાત્રિના રોજ અચાનક તબીબ રાજેશે અગમ્યકારણોસર પોતાના દવાખાનામાં ઇન્જેકશન લઈ આપઘાત કર્યો. પ્રખ્યાત તબીબ ડો. રાજેશ રંગલાણીના મોતની જાણ થતા જ પરીવાર અને મિત્રો તાત્કાલીક કલીનક પર પહોંચ્યા હતા. દરમિયાન આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી. પ્રખ્યાત ENT સર્જન રાજેશના મોતથી તબીબ જગતમાં શોકનો માહોલ છવાયો.  પોલીસે ડો. રાજેશ રંગલાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

તબીબ જગતમાં ઉઠયા સવાલ

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ ડોકટરના આપઘાતને લઈને તપાસ કરી રહી છે. પોલીસ દવાખાનામાં સઘન તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં પોલીસને ડોક્ટર રાજશે દ્વારા લખાયેલ કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. અને ડોક્ટરના મોતનું રહસ્ય વધુ ઘૂટાયું છે. પોલીસની સાથે ફોરેન્સક ટીમ પણ ડોક્ટરના દવાખાનામાં તમામ શંકાસ્પદ વસ્તુઓનું ચેકિંગ કરી રહી છે. પોલીસે મિત્રો અને ડોક્ટર સાથે કામ કરતાં લોકોને સામાન્ય પૂછપરછ કરી છે. આખરે ડોકટરે કયા કારણોસર આપઘાત કર્યો તેને લઈને તબીબ જગતમાં પણ સવાલ ઉઠવા લાગ્યા છે. 

  • Follow us on: