મહુવાના તલગાજરડા ગામનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં સંદેશની ટીમ તલગાજરડા ગામે પહોંચી છે, 16 જૂને ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું હતું અને વરસાદથી ગામના રોડ રસ્તાને ભારે નુકસાન થયું છે, રસ્તા પર ઠેરઠેર કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને 9 જેટલા કાચા મકાન ધરાશાયી થયા છે, લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઇ છે, લોકો માટે ગૌશાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.


ગઈકાલે ભારે વરસાદ પડયો હતો

ભાવનગરના મહુવામાં આવેલ તલગાજરડા ગામે ભારે વરસાદ વરસ્યો છે, 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ગામ સંપર્ક વિહોણું બન્યું હતુ, ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર ગામ પાણી પાણી થયું છે, ગામમાં જાણે દરિયો હોય તેવા દ્વશ્યો સામે આવ્યા હતા તો ખેડૂતના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ ગામમાં તંત્ર અને મામલતદારની ટીમ પહોંચી છે, ગઈકાલે જે લોકો પાણીમાં ફસાયા હતા તે લોકોનું રેસ્કયું પણ કરવામાં આવ્યું છે.

ભાવગરના સિહોરમાં ધોધમાર વરસાદ

મેઘવદર ગામે તળાવનો પાળો તૂટતા હાલાકી સર્જાઈ છે, તળાવનો પાળો તૂટતા પાણી ગામમાં ઘૂસ્યા છે અને વરસાદમાં ખેડૂતોએ વાવેલ બિયારણનું ધોવાણ થયું છે, ભારે વરસાદમાં પશુનો ઘાસચારો પણ તણાયો છે અને 8 થી 10 જેટલા મકાનો પણ ધરાશાયી થયા છે.

ભાવનગરમાં ફસાયેલા 58 લોકોનું રેસ્ક્યું કરાયું

ભાવનગરના માઢીયા નજીક પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું છે, માઢીયા નજીક પાણીમાં ફસાયા હતા લોકો તો બીજી તરફ મીઠાના અગરો વચ્ચે ફસાયેલ લોકોનું રેસ્ક્યું કરાયું છે, ફાયર ટીમે ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કર્યુ છે.

  • Follow us on: