ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત શહેરના ટેકરી ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે આ કાર્યવાહી હાથ ધરતાં વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થયા હતા. આ ડિમોલિશન ડ્રાઇવનો મુખ્ય હેતુ સાર્વજનિક જગ્યાઓને ખુલ્લી કરાવવાનો અને શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપવાનો છે.


ટેકરી ચોક સહિતના દબાણો દૂર કરાયા

ભાવનગર શહેરના ટેકરી ચોક સહિતના નાના-મોટા દબાણવાળા વિસ્તારો. મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. વર્ષોથી અનઅધિકૃત રીતે કબજો જમાવી બેઠેલા, અડચણરૂપ દબાણો તેમજ ગેરકાયદેસર ઊભા કરાયેલા શેડ દૂર કરવામાં આવ્યા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓને ઘણી રાહત મળશે.

અડચણરુપ દબાણો તથા શેડ દૂર કરાયા

આ ડિમોલિશન કાર્યવાહીના કારણે અતિક્રમિત જગ્યાઓ ખુલ્લી થઈ છે. મુખ્ય માર્ગો પરથી અડચણરૂપ દબાણો હટાવી લેવાતા આ વિસ્તારમાં વર્ષોથી પ્રવર્તી રહેલી ટ્રાફિકની સમસ્યાઓમાંથી નાગરિકોને મોટી મુક્તિ મળશે. રોડ પરનો અવરોધ દૂર થવાથી વાહનવ્યવહાર સરળ બનશે. મનપાની આ ઝુંબેશ શહેરના સૌંદર્ય અને વ્યવસ્થા જાળવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.


  • Follow us on: