ગુજરાતમાં દિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે આરોપીઓને પકડતી પોલીસ હવે આરોપીઓને પોતાના ઘરમાં આશરો આપી રહી છે. ભાવનગરમાં બે મહિલા કોન્સ્ટેબલે એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત તેમના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જેથી બંને મહિલા કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મહિલા કોન્સ્ટેબલે આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી 2 મહિલા કોન્સ્ટેબલ અને એક યુવાન સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. તેમની સામે પોતાના જ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. થોડા સમય પહેલા વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ એટ્રોસીટી ગુન્હાના આરોપીને આ મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરમાં આશરો આપ્યો હતો.AHTU અને પેરોલ ફર્લોની ટીમને મળેલી બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે ચેકીંગ કરવામાં આવતા એટ્રોસીટીનો આરોપી મળી આવ્યો હતો.













