ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે. 34 ફૂટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે.


ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં

ભારે વરસાદને કારણે ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં છે. શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફલો થયું છે. તળાવ ઓવરફલો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તળાવમાંથી પાણી છોડાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે પાલીતાણાના ખારો ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થવા પામી છે. ખારો ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છએ. પાંચ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડવામાં આવતા ત્રણ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.

ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ

ભાવનગરના મહુવામાં ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ છે. નદીના પાણી ગામમાં ઘૂસતાં લોકો અટવાઈ ગયા હતાં. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. મહુઆ થઈ બંદર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતાં. રસ્તો બંધ થઈ જવાથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.


  • Follow us on: