ભાવનગર પોલીસ વિભાગમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયે લાલ આંખ કરી છે. તેમણે કાર્યવાહીનો સપાટો બોલાવતા બે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે શિસ્તભંગ બદલ સમગ્ર D સ્ટાફ અને અન્ય કર્મચારીઓને પરેડની આકરી સજા ફટકારવામાં આવી છે.


સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો

ભાવનગરમાં વિવાદોમાં ઘેરાયેલા નીલમબાગ પોલીસ સ્ટેશનના રાઇટર લાલજી ચુડાસમા અને કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી સામે ફરજમાં ઘોર બેદરકારી બદલ સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યા છે.આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.માત્ર સસ્પેન્શન જ નહીં પરંતુ પોલીસ વિભાગમાં ડિસિપ્લિન સુધારવા માટે SP દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે. 

શિસ્ત સુધારવા કડક પગલાં લેવાયા

નીલમબાગ પોલીસ સ્ટેશનના સમગ્ર D સ્ટાફ સહિત કુલ 10 પોલીસ સ્ટેશનના કર્મચારીઓને શિસ્તના પાઠ ભણાવવા માટે હવેથી દરરોજ સવારે 6 વાગ્યે હેડક્વાર્ટર ખાતે ફરજિયાત પરેડ કરવાની સજા આપવામાં આવી છે.પોલીસ વડાની આ કડક અમલવારીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે ફરજમાં કોઈપણ પ્રકારની આળસ કે બેદરકારી સાંખી લેવામાં નહીં આવે.

આ પણ વાંચોઃBanaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત


  • Follow us on: