ભાવનગર શહેરમાં એક અણધારી ઘટના સામે આવી છે. મનપા કચેરીના પાછળના ભાગમાં આવેલું મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું.વહેલી સવારે થયેલી આ ઘટનાએ કર્મચારીઓ અને આસપાસના લોકોમાં થોડીક ક્ષણ માટે દહેશતનો માહોલ સર્જી દીધો હતો. વૃક્ષ ધરાશાયી થતાં તે વેરા કલેક્શન ઓફિસના બહાર આવેલા શેડ અને પતરાં પર પડી ગયું, જેના કારણે શેડને નુકસાન પહોંચ્યું છે. તાત્કાલિક ઘટનાની જાણ થતાં ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


મોટું વૃક્ષ અચાનક ધરાશાયી 

ફાયર વિભાગે તરત જ ધરાશાયી થયેલા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી અને થોડી જ વારમાં માર્ગ ખુલ્લો કરાયો હતો.હાલ સમગ્ર ઘટનામાં કોઈપણ જાતી જાનહાની કે ઈજા થઈ નથી. પાલિકા દ્વારા વધુ નુકસાનની ચકાસણી શરૂ કરાઈ છે.ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝાડ હટાવાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 વૃક્ષ ધરાશાયી થતા શેડ પર પડ્યું 

ભાવનગર મનપા કચેરીના પાછળના ભાગમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. વહેલી સવારે થયેલી આ ઘટનામાં આસપાસના લોકોમાં થોડીક ક્ષણ માટે દહેશતનો માહોલ સર્જી દીધો હતો. વૃક્ષ ધરાશાયી થતા શેડ પર પડ્યું હતું. જોકે આ ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી.આ ઘટનાની જાણ ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


  • Follow us on: