કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલા સરગુ ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના પગલે ટ્રેલરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભુજ-ખાવડા હાઇવે પર ટ્રેલર અને કારની ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર થતાં જ ટ્રેલરમાં આગ લાગતાં ટ્રાફીક જામ સર્જાયો હતો. તેમજ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું.


સરગુ ગામ પાસે સર્જાયો હતો અકસ્માત 

આગના કારણે હાઇવે પર વાતાવરણ ધુમાડાથી ભરાઈ ગયું હતું અને વાહનવ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. આ ગંભીર અકસ્માત અને આગની ઘટના હોવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાની કે માનવ મૃત્યુની ઘટના બની નથી. સમયસૂચકતાના કારણે વાહનચાલકો વાહનોમાંથી બહાર નીકળી શક્યા હતા. જેના કારણે મોટી હોનારત ટળી હતી. અકસ્માત અને આગની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી

ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના સંજોગો અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ હાઇવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.


  • Follow us on: