અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હતુ.
એસઓજી પોલીસના પીઆઈએ સ્ટાફને ડ્રગ્સને લઈ સૂચના આપી હતી
જે અન્વયે ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટિક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટિક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવીના તાબાના કર્મચારીઓને સુચના આપેલ હતી, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
ભુજ એ ડિવિઝન પોલીસને આરોપી શોધી તપાસ શરૂ કરી
દરમ્યાન તા.૦૮/૧૦/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જીનાં સ્ટાફ કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ ઝાલા નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેર વિસ્તારમાં આવેલ ન્યુ સ્ટેશન રોડ પર આવેલ રીયલ ફુટવેર નામની આરોપીના કબ્જાની દુકાનમાંથી આરોપી અબ્દુલગની અકબરઅલી મેમણ ઉ.વ.29 રહે.મ.નં.76, રોયલ સીટી સુરલભીટ રોડ ભુજવાળા પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન 7.5 ગ્રામ કી.રૂ.75,000ના નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પાસે કબ્જે કરેલ મુદ્દામાલ
અબ્દુલગની અકબરઅલી મેમણ ઉ.વ.૨૯ રહે.મ.નં.૭૬ રોયલ સીટી સુરલભીટ રોડ ભુજ
(૧) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૭.૫ ગ્રામ, કિ..રૂ.૭૫,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૦૩,કિ..રૂ.૪૫,૫૦૦/-
(૩) રોકડા રૂપીયા-૧૫,૫૩૦/-
(૪) ડી.વી.આર કિ.રૂ ૨,૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ.૧,૩૮,૦૩૦/-