ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,માર્કેટ યાર્ડમાં લાભ પાંચનાં શુભદિને કાંટા પૂજન કરવામાં આવ્યું હતું.કાંટાપૂજન બાદ તરત જ નવા વર્ષના મુર્હુતના સોદોઓ કરવામાં આવ્યા હતા.જેમાં ઓકસન કલાર્ક ભુપતસિંહ જાડેજા દ્વારા બોલી બોલાવાતા શુકનવંતિ ખેતપેદાશ મગની હરાજી પ્રથમ કરવામાં આવી હતી.જેમાં મગનો સૌથી ઉંચા આંકની બોલી રૂ.12511 પ્રતિ ક્વિન્ટલના આશાપુરા ટ્રેડર્સે આપતા તેઓને મુહુર્તની ખરીદી પ્રાપ્ત થઇ હતી. આ સોદામાં કમિશન એજન્ટ તરીકે સી.પી. ઠક્કર રહ્યા હતા, ત્યારબાદ ક્રમશઃ અન્ય હરરાજીઓ થતા કુલ રૂ. 60 લાખના સોદાઓ થયા હતા.


બજારમાં ટર્નઓવર નહિ પણ પારદર્શકતા મહત્વની

કાંટા પૂજન સમયે ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ચેરમેન શંભુભાઈ એલ. જરૂ, વાઈસ ચેરમેન મહેશભાઈ ઠક્કર, ડાયરેક્ટર અજીતભાઈ ઠક્કર, નવીનભાઈ ગણાત્રા, રાજેશભાઈ ઠક્કર, માવજીભાઈ વરચંદ, અશોકભાઈ પટેલ, વૈભવભાઈ ગઢવી, પૂર્વ ડાયરેક્ટર હિંમતલાલ રતનશી ઠક્કર, મનસુખભાઈ વોરા, શીતલભાઈ શાહ, પ્રો. પી.સી.શાહ, કાકુભાઈ ઠક્કર સહિતનાં વેપારીઓ, ખેડૂતો તથા હમાલભાઇઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રંસગે ધારાસભ્યએ વેપારીઓ તેમજ ખેડૂતોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, બજારમાં ટર્નઓવર નહિ પણ પારદર્શકતા મહત્વની છે.

શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય ભરતભાઈ પંડયાએ કરાવી

પૂજનની વ્યવસ્થા સમિતિના સેક્રેટરી એસ.એસ.બરારિયા, આસિ..સેક્રેટરી એસ.સી.ગોર, આર.એસ.આહીર, એન.પી.જાડેજા, એસ.ડી.સાધુ, ભૂપતસિંહ જાડેજા, જી.આર.ગઢવી, ભાવિક ગોર, ડી.એસ.ગોર, બી.એમ.જાડેજા, એન.એસ.આહીર, એસ.એચ.કોવાડિયા, જે.આર.સોઢા, વાય.ડી.ઝાલા, એમ.એમ.ખાસા, રમેશ પટ્ટણી સહિતનાં કર્મચારીઓએ સંભાળી હતી. શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય ભરતભાઈ પંડયાએ કરાવી હતી.


  • Follow us on: