ભુજની જથ્થાબંધ બજારમાં લાભ પાંચમનાં દિવસે કાંટા પૂજન સાથે વેપારીઓએ વેપારનાં શ્રાીગણેશ કર્યા હતાં.આ પૂર્વે ભૂજંગદેવની પૂજા, અર્ચના,આરતી કરવામાં આવી હતી. બાદમાં મૂહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ મગનો સોદો અને બાદમાં તેલ, ઘી, ગોળ, ખાંડ સહિતનાં સોદા કરવામાં આવ્યા હતા. આજનાં દિવસે જથ્થાબંધ બજારમાં રૂ.3.50 કરોડથી વધુ રકમનાં મૂહૂર્તનાં સોદા થયા હતાં.
મગનું રૂ.91.25ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું
આ તકે દલાલ એસોસિએશનનાં પ્રમુખ હિતેશભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે, બજાર પ્રમુખ મેહુલભાઇ ઠક્કરનાં માર્ગદર્શનમાં જથ્થાબંધ બજારની પરંપરા મુજબ લાભ પાંચમના દિવસે સવારે ભુજંગદેવની પૂજા, અર્ચના, આરતી બાદ સ્વામિનારાયણ મંદિરનાં સંતો અને ધારાસભ્યનાં હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું.પ્રથમ મગનું રૂ.91.25ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતું.













