કચ્છનો રુદ્રમાતા ડેમ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ડેમનું હેડ રેગ્યુલેટર જર્જરિત છે, જ્યારે ડેમની કેનાલ દયનિય સ્થિતિમાં છે.જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક ખેડૂતોએ એનકવાર રજૂઆત કરવા છતાંપણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ડેમની સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવામાં આવતી ગ્રાન્ટ કયા જાય છે તેવો સવાલ ઉભો થયો છે.
રુદ્રમાતા ડેમ દયનિય સ્થિતિમાં
ભુજ તાલુકાનો જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ દયનિય સ્થિતિમાં છે. આસપાસના ચાર થી પાંચ ગામને પીવાનું પાણી અને 60000 હેકટરમાં સિંચાઇ પાણી પૂરું પાડતો ડેમની અવદશા જોવા મળી રહી છે. 1962 બનાવામાં આવેલ ડેમના નિર્માણ બાદ ડેમના સમારકામ પાછળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. હાલમાં ડેમના દરવાજા ખોલવા માટેનું હેડ રેગ્યુલેટર જોખમી હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે.
કેનાલ ઠેર ઠેર તૂટી ગયેલી હાલતમાં
ડેમની કેનાલની ભારે અવદશા જોવા મળી રહી છે. કેનાલ ઠેર ઠેર તૂટી ગયેલી હાલતમાં છે. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમની દયનિય સ્થિતિ લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોએ એનકવાર રજૂઆત કરવા છતાંપણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ડેમની સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવામાં આવતી ગ્રાન્ટ કયા જાય છે તેવો સવાલ ઉભો થયો છે. હાલમાં ચોમાસાના વરસાદ બાદ ડેમમા 15 ફૂટ પાણીની આવક થઈ છે. આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.. ત્યારે ડેમની આવી જર્જરીત હાલત આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના નોતરશે તેવો ભય સતાવી રહ્યો છે.