ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. તેવામાં ભુજમાં રેલવે બ્રિજ પાસે પાણીમાં ડૂબતા 2ના મોત થયાની ઘટના સામે આવી છે. ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત પછી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.


રેલવે બ્રિજ પાસે પાણીમાં ડૂબતા 2ના મોત 

મળતી માહિતી પ્રમાણો ભુજના ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણી ભરેલા ખાડામાં ફસાના સમા (ઉં.વ.16) અને હમીદાબાઈ અબ્દુલ્લા સમા (ઉં.વ.18) નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને બહેનો ખાડામાં નાહવા પડી હતી. પાણી ભરેલો ખાડો ઉંડો હોવાના કારણે બંને બહેનો એકા એક પાણીમાં ડૂબવા લાગી હતી.

બે સગી બહેનોના મોત

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકો દ્વારા બંને બહેનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં 108 દ્વારા ભુજની જી કે હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: