બોટાદના સાળંગપુર રોડ પર આજે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સાળંગપુર રોડ પર એક ઓટો રિક્ષાનું ટાયર અચાનક નીકળી જતાં ડ્રાઈવરે રિક્ષા પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલી એક ફોર-વ્હીલર કારના ચાલકે રિક્ષાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો.
રિક્ષાનું ટાયર નીકળી જતા કારે પલ્ટી મારતા અકસ્માત













