ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું. બોટાદમાં રાજકીય અગ્રણી મુલાકાત લેવા પહોંચ્યા હતા. હડદડ ગામે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. દરમિયાન આ મુલાકાતને લઈને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો. આ મામલે રાણપુર ખાતે કોળી સેનાએ પત્રકાર પરિષદ યોજી.


કોળી સમાજના આગેવાનો રોષ વ્યક્ત કર્યો

બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાનોએ ટીપ્પણીને વખોડતા રોષ વ્યક્ત કરી સુત્રોચ્ચાર કર્યા. પુરૂષોત્તમભાઈ સોલંકી, હિરાભાઈ સોલંકી જે કોળી સમાજના મજબૂત નેતા છે. હિરાભાઈ સોલંકીની હડદડ મુલાકાત તે રાજકીય મુલાકાત ન હતી. પરંતુ સમાજના પ્રમુખ તરીકે મુલાકાત લીધી હતી. પરંતુ કેટલાક રાજકીય પક્ષના નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા કોળી સમાજના પુરૂષોત્તમભાઈ સોલંકી, હિરાભાઈ સોલંકીને ટારગેટ કરે છે તે ક્યારેય નહિ ચલાવી લેવાય.

કોળી સમાજ જડબાતોડ જવાબ આપશે

પુરૂષોત્તમભાઈ સોલંકી, હિરાભાઈ સોલંકી અને દિવ્યેશ સોલંકી વિરુધ ટીપ્પણી કરનારને ક્યારેય માફ નહિ કરાય જરૂર પડે કોળી સમાજ જડબાતોડ જવાબ આપશે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી. રાણપુર ખાતે. બોટાદ જિલ્લા કોળી સેનાના અધ્યક્ષ કેશુભાઈ પંચાળા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોઉપસ્થિત રહિ રોષ વ્યક્ત કર્યો હતો.

  • Follow us on: