બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આ ઘટનામાં કૂલ 65 લોકોની અટકાયત કરી છે.આ 65 પૈકી 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 65 પૈકી 47 આરોપીઓને જેલ હવાલે કરાયા છે.પોલીસે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ સિંધવની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માગ કરી હતી.
પોલીસે ત્રણેય જણાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી
બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનામાં પોલીસે 85 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પિયુષ સિંધવ અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે.આ ઘટનામાં પોલીસે 65 લોકોની અટકાયત કરી છે અને તેમાંથી 18 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં. પોલીસે ત્રણેય જણાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે ત્રણેય જણના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.













