જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવાં હેતુસર બજાજ આલિયાન્ઝ અને અંજની સ્પીનટેક્ષ દ્વારા સેલ્સ મેનેજર / ASO / ઇન્સ્યોરન્સ કન્સ્લટન્ટ અને ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ / ધોરણ-૧૨ પાસ / ગ્રેજ્યુએટની લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતી મેળામાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરો
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયાં બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.













