બોટાદ જિલ્લા આરોગ્ય શાખામાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત જિલ્લા એડવાઇઝરી કમિટી કાર્યરત છે. જે અન્વયે ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. બોટાદ જિલ્લા તમાકું નિયંત્રણ સેલને સર્વગ્રાહી કામગીરી બદલ રાજ્યકક્ષાએ મોમેન્ટો અને સર્ટિફિકેટ દ્વારા સન્માન મળતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય વિભાગને શુભેચ્છાઓ પાઠવી હતી.
તબીબો સામે કડક કાર્યવાહી કરવાથી સૂચિત કરાયા હતા
તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સૂચિત કરાયા હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લામાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધારવા, જાતિ પરિક્ષણ અટકાવવા અને ગેર કાયદેસર રીતે થતા ગર્ભપાત અટકાવવા સૂચના આપી હતી. ગર્ભધારણ પહેલા અને પ્રસૃતિ પહેલા (પ્રતિષેધ જાતિ પસંદગી) અધિનિયમ ૧૯૯૪ (The P.C. & P.N.D.T. Act-1994)તળે રજીસ્ટ્રેશન ધરાવતા કે અનઅધિકૃત (રજીસ્ટ્રેશન ન ધરાવતા) હોય અને જાતિ પસંદગી (SEX SELECTION) કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સૂચિત કરાયા હતા.
જિલ્લા એડવાઇઝરી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા
બેઠકમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભારતીબેન ધોળકીયા દ્વારા અધ્યક્ષને તમામ વિગતોથી માહિતગાર કરાયા હતા. બેઠકમાં સબડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસરશ્રી બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાળા તથા આરોગ્ય શાખાના અધિકારીઓ અને જિલ્લા એડવાઇઝરી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.