જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે.એમ.જે.પી પ્લેસ્મેન્ટ એજન્સી દ્વારા PCS, Motherson, Yazaki તેમજ LIC of Botad દ્વારા કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, ટ્રેઈની, મશીન ઓપરેટર અને ઇન્સ્યોરન્સ એડવાઇઝરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦/ધોરણ-૧૨ પાસ/આઇટીઆઇ/ ગ્રેજ્યુએટની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે.


જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક ભરવાની રહેશે

ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/ પરથી નોંધણી કરવાની રહેશે.

રોજગાર વિનિમય કચેરી બોટાદનો પણ કરી શકાશે સંપર્ક

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી એન.જી.કુબાજી દ્વારા જણાવવામાં આવે છે.


  • Follow us on: