બોટાદના ગઢડા અને રાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બરવાળા સહિત આસપાસના પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બોટાદ જિલ્લાના બરવાળા, ગઢડા, રાણપુર પંથકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોટાદના કુંડળ, ટીંબલા, રોજીદ, નાવડા, ખમીદાણા, કાપડીયાળી, વહીયા, અર્યાણી, કસ્બા સહિત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે.


અતિભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ, ડાંગ,પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: