બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ , અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર- સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે.


જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે

તેવી જ રીતે પાળીયાદ રોડ તરફથી આવતાં વાહનોએ ટાવર રોડ, રેલ્વે સ્ટેશન રોડ તથા સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર - કરમશી ભવાન કિરાણા સ્ટોર(તરાના પાન)થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફક્ત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે.

જાહેરનામાનો ભંગ કરશો તો નોંધાશે ફરિયાદ

બોટાદ શહેરમાં પીક અવર્સ દરમ્યાન એટલે કે સવારના ૧૦:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક તથા સાંજના ૧૬:૦૦ કલાકથી ૨૦:૦૦ કલાક દરમિયાન શહેરમાં તમામ ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ રહેશે. ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાં જવા માટે એકમાર્ગીય પ્રવેશ રૂટ કરવો તથા ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નિકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી-બોઇઝ હાઇસ્કુલ, હવેલી ચોક અથવા પટેલ ઇલેક્ટ્રોવિઝન-વાત્સલ્ય વુમન કેર- મોચી સમાજની વાડી-વડોદરીયા હોસ્પિટલ, પાળીયાદ રોડ તરફ એકમાર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે. આ જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૫ થી તા.૧૮/૧૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.


  • Follow us on: