બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામડાંઓ અને શહેરોને જોડતા માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મુખ્યમંત્રીની તાકીદની સૂચના અન્વયે જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ, બોટાદ તરફથી તાત્કાલિક પગલાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓની મરામત માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે છૈડા- પાળીયાદને જોડતા રોડની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.
અણિયારી કાઠીથી બોટાદને જોડતા રોડ ઉપર પેચવર્ક કરી મરામતની કામગીરી કરવામાં આવી













