બોટાદ જિલ્લામાં કુલ ૧૪ કામોના(૭ ઇ-લોકાર્પણ અને ૭ ઇ-ખાતમુહૂર્ત) ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત રકમ રૂ.૫૭.૩૪ લાખના કામોમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૩૬.૩૯ લાખના ૮ કામો, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના ૧૫.૯૩ લાખના ૫ કામો અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૫.૦૨ લાખના ૧ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સ્વનિધી યોજનાના ૫ (પાંચ) લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું

જેમાં પાણીના ટેંન્કર, પાણીની પરબ તથા પાણીની સુવિધાનાં કામો, ગટર લાઇનના કામો, રસ્તાનાં કામો, તથા ઘન કચરાના નિકાલ માટે ગ્રામ્ય કક્ષાએ ટ્રેક્ટર અને ટ્રોલીના અને કચરાપેટીઓના કામોનો સમાવેશ થાય છે. વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે વિવિધ વિભાગોની યોજનાઓ અંતર્ગત બોટાદ જિલ્લામાં રકમ રૂ.૨૭.૯૯ લાખના ૭ (સાત) વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમૂહર્ત તથા રકમ રૂ.૨૯.૩૫ લાખના ૭ (સાત) વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ મળી કુલ રકમ રૂ.૫૭.૩૪ લાખના કામોનું ઈ-ખાતમૂહર્ત તથા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રાંત અધિકારીઓ હાજર રહ્યાં

તેમજ પી.એમ.સ્વનીધી યોજનાના ૫ (પાંચ) લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ,ચેરમેન બોટાદ માર્કેટિંગ યાર્ડ, પ્રમુખ બોટાદ નગરપાલિકા, પ્રમુખ બોટાદ તાલુકા પંચાયત, કારોબારી ચેરમેન બોટાદ નગરપાલિકા સહિતના અધિકારીઓ ટેમક જિલ્લા વિકાસ અધિકારી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: