બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના 62 લોકો 48 લાખ રૂપિયાનું ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તેઓએ બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ કરીને ઓનલાઈન ફ્રોડનો ભોગબનનાર તમામ 62 લોકોને રૂ. 17 લાખ પરત અપાવ્યા હતા જેથી તમામ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.


સાઈબર ક્રાઈમ પોલીસે રૂપિયાનું  પરત અપાવ્યાં

બોટાદ જિલ્લાના બરવાળા, ગઢડા, ઢસા, પાળીયાદ તેમજ બોટાદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોનાં 62 લોકો જુલાઈ 25 માસમાં લલચામણી જાહેરાતો તેમજ એટીએમ ફ્રોડ, લોન, લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે ફ્રોડનો શિકાર બન્યા હતા. તમામ લોકોએ કુલ 48લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ભોગબનનાર લોકોએ બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સાયબર ક્રાઈમ પોલીસને ફ્રોડ થયાની જાણ કરી જેથી સાઈબર પોલીસે તમામ 62 લોકોની અલગ અલગ ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.

ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા

જુલાઈ 25માં જિલ્લાના બોટાદ શહેર અને ગઢડા, રાણપુર, બરવાળા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનેલા જેથી બોટાદ સાયબર ક્રાઇમના પીઆઈ જે જી ચૌધરી તેમજ સાઈબર ક્રાઈમ પોલીસના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરીને ભોગબનનાર તમામ 62 લોકોને રૂ.17 લાખ પરત અપાવ્યા હતા. સાયબર ક્રાઈમ ફ્રોડમાં રૂપિયા ગુમાવનારા લોકોને પોતાના રૂપિયા પરત આવતા તેઓએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની કામગીરીને બીરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો.

  • Follow us on: