વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનામાં મૃત્યુઆંક 16 થયો છે.આજે શોધખોળ કરતાં વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યાં છે. ગઈ કાલે 13 મૃતદહો મળી આવ્યા હતાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. હજુ પણ નદીમાં શોધખોળ યથાવત છે. ત્યારે જંબુસરના કહાનવા ગામનો યુવાન ગુમ થયો હતો. તેને મૃતદેહ મહિસાગર નદીમાંથી મળી આવ્યો છે.
બ્રિજ દુર્ઘટનામા જંબુસરના બે લોકોના મોત થયાં













