વડોદરાના પાદરામાં ગઈકાલે 9 જુલાઈએ બ્રિજ દુર્ઘટના થવાની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. ગઈકાલે બચાવ ટીમે શોધખોળ હાથ ધરતા 13 મૃતદેહ મળ્યા હતા, જ્યારે આજે શોધખોળ કરવામાં આવતા વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
10 એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ













