પાદરા તાલુકામાં ગત 9 જૂલાઇની વહેલી સવારે મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. આજે આ ઘટનાને 25 દિવસ થયા છે. આ ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાલમાં બ્રિજ પર લટકી રહેલું ટેન્કર ચર્ચાનો વિષય બન્યું છે. તેવામાં સરકારે આ ટેન્કરને વહેલી તકે બ્રિજ પરથી હટાવી લેવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
બ્રિજ પર લટકી રહેલું ટેન્કર ચર્ચાનો વિષય બન્યું













