વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. આજે નદીમાંથી ચાર મૃતદેહો બહાર કઢાયા છે. ગઈકાલે શોધખોળ દરમિયાન 13 મૃતદેહો મળ્યા હતાં. હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા છે. આ ઘટનામાં મહિસાગર નદીમાં છેલ્લા 38 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. લોકોએ મહિસાગર નદીના પટમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે નદીને પ્રાર્થના કરી છે.


હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા

પાદરામાં ગંભીરા બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 17 પર પહોંચ્યો છે. છેલ્લા 38 કલાકથી નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે નદીમાંથી ચાર મૃતદેહો બહાર કઢાયા છે. હજુ પણ કાટમાળ નીચે મૃતદેહ હોવાની આશંકા સેવાઈ રહી છે. નદીમાં બ્રિજનો સ્લેબ હટાવવાની કામગીરી બાકી છે. NDRF, SDRF અને ફાયરની ટીમ કામગીરીમાં જોડાઇ છે. બીજી તરફ લોકોએ મહિસાગર નદીના પટમાં વિશેષ પૂજા કરી છે.

મુંજપુર ગામના લોકો પણ નદીની પૂજામાં જોડાયા

ડબકાના સરપંચ મહેન્દ્ર જાધવે નદીમાં વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે નદીને પ્રાર્થના કરવામાં આવી છે. બે દિવસ થી રેસ્ક્યુ કરવામાં તકલીફ આવી રહી હોવાથી નદી માતાની પૂજા કરવામાં આવી છે. હજુ પણ સ્લેબ નીચે મૃતદેહ હોવાની આશંકા હોવાથી કામગીરી ચાલી રહી છે. મુંજપુર ગામના લોકો પણ નદીની પૂજામાં જોડાયા હતાં.


  • Follow us on: