વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને સહાય ચૂકવાઈ ગઈ છે. હજી એક મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે. નદીમાં કેમિકલ ભરેલું ટેન્કર હજી પડ્યું છે. અગાઉ આ ટેન્કરમાંથી સોડા એશ લીકેજ થયો હતો. પરંતુ કેમિકલ રીલિઝ થયું નથી એટલે ચિંતાની કોઈ વાત નથી. GPCBની ટીમની હાજરીમાં ટેન્કર બહાર કઢાશે.
લોકો બ્રિજ પર ના જાય તે માટે હંગામી ધોરણે દિવાલ બનાવાઈ













