ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ-2025'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટ ખાતે 'રવિ કૃષિ મહોત્સવ’ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.


ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે અને આજે ભારત દેશમાં એટલું અનાજ પાકે છે કે આપણે અન્ય દેશોમાં અનાજ એક્ષ્પોર્ટ કરીએ છીએ. ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીના ખેડૂતો સિંચાઈ અને અનેક યોજનાઓ લાભ મેળવી ખેડૂતો પુષ્કળ અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે. વધુમાં તેમણે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી જમીન બંજર બની અને લોકો ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા અને લોકો સ્વસ્થ, નિરોગી જીવન જીવે તે માટે રસાયણિક ખેતી છોડી દરેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે અહવાન કર્યું હતું.

ખેડૂતમિત્રોને વિવિધ યોજનાના લાભના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા

મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતમિત્રોને વિવિધ યોજનાના લાભના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતપેદાશો, આધુનિક ખેત ઓજારોના સ્ટોલ નિહાળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ડો. શીતલકુંવરબા મહારાઉલ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, બોડેલી એપીએમસીના ચેરમેન વાલજીભાઈ બારીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારી-કર્મચારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, સહિત ખેડૂતો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: