લાંબા સમયના વિરામ અને ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હતી. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે બફારો અને ગરમી હતી. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો.
છોટાઉદેપુરમાં બે દિવસના ઉકળાટ બાદ વરસાદ













