છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણી બાદ એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ભોરદલી અને રજુવાંટ ગામો વચ્ચે આવેલી ઓરસંગ નદીમાં પાંચ વ્યક્તિઓ તણાયા હતા. પરંતુ સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે પાંચેયના જીવ બચી ગયા હતા. ગઈકાલે આદિવાસી દિવસની ઉજવણી કરીને પાંચ વ્યક્તિઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભોરદલી ખાતે ઓરસંગ નદીનો પટ પસાર કરતી વખતે અચાનક નદીના પ્રવાહમાં વધારો થતા તેઓ તણાયા હતા.


આદીવાસી દિવસની ઉજવણી કરી પરત ફરી રહ્યા હતા

નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા અને મદદ માટે બૂમો પાડી હતી. સદનસીબે આ ઘટના સમયે આસપાસના સ્થાનિક લોકો ત્યાં હાજર હતા. તેઓએ તાત્કાલિક નદી તરફ દોડીને પાંચેય વ્યક્તિઓને બચાવવા માટે કમર કસી હતી. ભારે જહેમત બાદ સ્થાનિકોએ દોરડા અને અન્ય સાધનોની મદદથી પાંચેય વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી પાંચેય જણાને બચાવી લીધા

જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે સ્થાનિક લોકોએ જોખમ ઉઠાવીને આ પાંચ વ્યક્તિઓના જીવ બચાવ્યા. આ ઘટનાથી એક વાત ફરી સાબિત થઈ હતી કે કુદરતી આફતો સમયે સમયસૂચકતા અને એકબીજાને મદદ કરવાની ભાવના કેટલી મહત્વની છે. જો સ્થાનિકોએ સમયસર મદદ ન કરી હોત તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત.


  • Follow us on: