Chhota Udepurમાં બે ST બસ અને કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, અનેકને ઈજા


છોટાઉદેપુર જિલ્લાના વાંકી નજીક આજે વહેલી સવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે ST બસ અને એક ઇકો કાર સામ-સામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર કંડક્ટર તેમજ અનેક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. જેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનો બનાવ વહેલી સવારે લગભગ 6 વાગ્યે બની હતી.

અકસ્માત વહેલી સવારે લગભગ 6 વાગ્યે સર્જાયો હતો

જેમાં છોટાઉદેપુર-રાધનપુર અને છોટાઉદેપુર-પાલનપુર રૂટની બે ST બસ સામ-સામે ટકરાઈ હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ઇકો કાર પણ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે છોટાઉદેપુરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં બસના કંડક્ટર અને કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અખસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો

અકસ્માત સર્જાતા રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ડુંગરવાંટ-જાંબુઘોડા રોડ પર ભારદારી વાહનો અને ટ્રાફિકનું ભારણ વધુ હોવાને કારણે અવારનવાર અકસ્માતો થતા રહેતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતા.


  • Follow us on: