છોટા ઉદેપુરમાં ભાજપ નેતાનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે.
છોટા ઉદેપુરના APMC ચેરમેન મુકેશ પટેલ(mukesh patel)ને હાર્ટ એટેક આવ્યો હતો. જે કારણે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, મુકેશ પટેલ છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હતા.













