બિહાર રાજ્યમાં NDA અને ભારતીય જનતા પાર્ટીને મળેલી બમ્પર જીતની ખુશીમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી હતી. સમગ્ર વાતાવરણ 'ભારત માતા કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે કાર્યકર્તાઓના ઉત્સાહને દર્શાવતું હતું.


ફટાકડા ફોડીને જીતનો આનંદ વ્યક્ત કર્યો

કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડીને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિજયોત્સવમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા આ વિજયોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ જોડાયા

તેમની સાથે તાલુકા પ્રમુખ, નગર પ્રમુખ સહિત નગર અને તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ જોડાયા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે બિહારની આ જીત વિકાસ અને સુશાસનની નીતિઓમાં જનતાના વિશ્વાસનું પ્રતીક છે. આ વિજયે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠનમાં એક નવો જોમ અને ઉત્સાહ ભરી દીધો છે.


  • Follow us on: