છોટાઉદેપુર જિલ્લામાં ખેંદા ગામે પહોંચવાનો રસ્તો એકદમ ખરાબ હાલતમાં હોવાથી 108 એમ્બ્યુલન્સની ટીમ ખેંદા ગામે પહોંચી શકી ન હતી જેથી સગર્ભા મહિલાને ઉંચકીને દવાખાને લઇ જવાઇ હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો. આ અહેવાલની ધારદાર અસર થઇ છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી અને માનવ અધિકાર પંચે રિપોર્ટ માંગ્યો હતો અને હવે ખેંદા ગામે પાકો રસ્તો બનાવવાની શરુઆત થઇ છે.


 કાચા રસ્તાને પગલે 108 ટીમ ખેંદા પહોંચી શકી ન હતી

છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઇ છે અને ખેંદા ગામે પાકો રસ્તો બનાવવાની કામગીરી શરુ કરી છે. અગાઉ સંદેશ ન્યૂઝે પ્રસારિત અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કાચા રસ્તાને પગલે 108 ટીમ ખેંદા પહોંચી શકી ન હતી જેથી સગર્ભા મહિલાને ઉંચકીને દવાખાને લઇ જવાઇ હતી. અહેવાલ બાદ CM અને માનવ અધિકાર પંચે રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટ બાદ પાકો રસ્તો બનાવવાની કામગીરી શરુ કરાઇ છે.

ટીમને પગપાળા ચાલીને ગામમાં પહોંચવાનો વારો આવ્યો

ખેંદા ગામની મુલાકાત લેવા માટે જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓને પણ રસ્તો કેટલો કાચો છે તેનું ભાન થઇ ગયું હતું અને અધિકારીઓની ટીમને પગપાળા ચાલીને ગામમાં પહોંચવાનો વારો આવ્યો હતો

અધિકારીઓને પણ કાચા રસ્તાનો અનુભવ થયો

20 જૂને સગર્ભા ને ઝોલીમા ઉંચકી દવાખાને લઇ જવાની ઘટના ને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર ખેંદા ગામે પહોંચ્યું હતું અને સગર્ભાના ઘરે મુલાકાત કરી હતી. રાજ્ય ના મુખ્યમંત્રી કાર્યાલય અને માનવ અધિકાર પંચ રિપોર્ટ માગ્યો હોવાથી જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું પણ તે અધિકારીઓને પણ કાચા રસ્તા નો અનુભવ થયો હતો.

પરિવારજનો અને ગ્રામજનો મળ્યા

સગર્ભા તો ઘરે ન મળી પરંતુ તેના પરિવારજનો અને ગ્રામજનો મળ્યા હતા અને તેમની સાથે આરોગ્ય તંત્રએ ચર્ચા કરી હતી. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી તથા નસવાડી ટી એચ ઓ અન્ય આરોગ્ય કર્મચારી પગપાળા ખેંદા ગામે પહોંચ્યા હતા


  • Follow us on: