છોટા ઉદેપુર જીલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં નવાલજા અને સમલવાંટમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ કથળ્યું હોવાનું સામે આવ્યું. કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને દ્વારા અચાનક બંને શાળાઓની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બંને શાળાના બાળકોમાં વય મુજબ શિક્ષણનું સ્તર નીચું જોવા મળ્યું. બાળકોને વાંચન અને ગણનમાં ખૂબ નબળા હોવાનું અને સામે આવ્યું હતું.


પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર ખાડે ગયું

જીલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ નવાલજા અને સમલવાંટની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર નીચું હોવાનું સામે આવ્યું. કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પીન્ટુ રાઠવાએ તાલુકાની આ બંને પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા બાળકો શિક્ષણમાં નબળા હોવાનું જોવા મળ્યું. તાલુકામાં કરોડોના ખર્ચે નવાલજા અને સમલવાંટમાં અત્યાધુનિક શાળા બનાવવામાં આવી છે. કારોબારી ચેરમેન પીન્ટુ રાઠવાએ શાળાની મુલાકાત લીધી ત્યારે ધો.8 ના વર્ગમાં જતાં હાજર શિક્ષક ગુજરાતી માધ્યમની શાળામા અંગ્રેજી અને ગુજરાતી અંક ભેગા કરીને શિક્ષણ આપતા નજરે પડ્યા હતા. 

બાળકોમાં અભ્યાસમાં નબળા હોવાનું સામે આવ્યું

કારોબારી ચેરમેન પીન્ટુ રાઠવાએ જ્યારે ધો.8 ના વિધાર્થીઓને અંક ગણિતના આંકડા લખવા કહ્યું તો બાળકો લખી શકયા ન હતા. તેમજ બાળક પાસે બ્લેક બોર્ડ ઉપર 79, 67, 49 અને 26 જેવા આંકડા લખવા કહ્યું ત્યારે પણ કોઈ આ આંકડા ના લખી શકયા. આ વિધાર્થીઓને  આંકાડની ઓળખ નહોતી ઉપરાંત અંગ્રેજી વિષયથી અનભિજ્ઞ હતા. એટલે કે બાળકોને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા પણ આવડતું ન હતું જયારે ધો.8 ના વિધાર્થીને છોટા ઉદેપુર લખવાનું કહેતા તેને પણ લખતા ના આવડ્યું. બાળકો પાસે વાંચન કરાવાતા તેઓએ પાઠ્યપુસ્તકમાંથી વાંચી પણ શકતા ન હતા. નવાલજા અને સમલવાંટની શાળાના બાળકોમાં ગણિતની સાથે અંગ્રેજી વિષયમાં પણ નબળા હોવાનું જણાવ્યું.

  • Follow us on: