છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં થયેલા ધોધમાર વરસાદને કારણે ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીમાં નવા નીરની ભારે આવક થતા ઝાબ ગામ નજીક નદી પર બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. પાવી જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ પડી રહ્યો છે.













