વાવ થરાદ જિલ્લાની થરાદ પોલીસે દિવાળીના દિવસે જ હેરોઈન અને અફીણ ઝડપી પાડ્યું હતું. એક મહારાષ્ટ્ર અને એક પંજાબનો એમ બે શખ્સો કારમાં હેરોઈન લઈ વાવ થરાદ જિલ્લામાં પ્રવેશ્યા હતા. ત્યારે જ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ઝડપી લીધા, બંન્ને શખ્સોને ડ્રગ્સ સાથે પોલીસે 10 લાખથી વધુનું હેરોઈન (ડ્રગ્સ) કાર સહિત 12.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, થરાદ પોલીસનું દિવાળીના પાવન પર્વ પરનું વાહન ચેકીંગ સફળ રહ્યું છે.


4.83 ગ્રામ માદક પદાર્થ અફીણ મળી આવ્યું

દિવાળીના પર્વને લઈ વાવ થરાદ જિલ્લાની પોલીસે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો, તેની સફળતા થરાદ પોલીસને મળી હતી. દિવાળીની વહેલી સવારે થરાદ પોલીસ વાહન ચેકિંગમાં હતી, ત્યારે થરાદના વોતડાઉ ગામ નજીક ભારત માલા રોડ પર પંજાબ પાસિંગની PB-38-D-9208 નંબરની એક કાર આવી રહી હતી, તેને રોકી તપાસ કરતા કારમાંથી 211.81 ગ્રામ હેરોઈન ડ્રગ્સ અને 4.83 ગ્રામ માદક પદાર્થ અફીણ મળી આવ્યું હતું. કારમાં સવાર શખ્સોની પોલીસે કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંજાબથી મહારાષ્ટ્ર લઈ જવાતું હતું.

આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર

થરાદ પોલીસે દિવાળીના પાવન પર્વને ધ્યાને રાખીને ગુજરાત રાજસ્થાનની સરહદ પર વાહન ચેકિંગને લઈ પેટ્રોલિંગ વધારતા ડ્રગ્સ, દારૂ સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાની કોશિશ કરતા બે નંબરના ધંધાવાળાઓની યુક્તિઓ નિષ્ફળ રહી, થરાદ પોલીસના સઘન વાહન ચેકિંગના કારણે થરાદ પોલીસે હાલમાં મહારાષ્ટ્રના ખરધર રાયગઢના 29 વર્ષના સતનામસિંહ પવાર(શીખ) અને પંજાબના તરણતારણના 40 વર્ષના અવતારસિંહ સિંધી (શીખ)ની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: