અમદાવાદ ગ્રામ્ય SOGએ સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ)ની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ગ્રામ્ય SOGને બાતમીના આધારે એક ડમી ગ્રાહક દ્વારા ડિકોય ગોઠવી બે શખ્સોની એમ્બરગ્રીસ સાથે ધરપકડ કરી છે. ભાવનગરનો યોગેશ મકવાણા અને અમદાવાદના પિન્ટુ પટેલની 2.976 કિલો એમ્બરગ્રીસ સાથે સાણંદથી ધરપકડ કરી છે. જે તપાસ કરતા ભાવનગરનો વોન્ટેડ આરોપી ભરત સરવૈયા દ્વારા પકડાયેલા બંન્ને આરોપીને સ્પર્મ વ્હેલ માછલી વોમિટ (એમ્બરગ્રીસ) વેચવા માટે આપી હતી. આરોપી દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બરગ્રીસ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.


વોન્ટેડ આરોપી ભરત સરવૈયાએ એમ્બરગ્રીસ વેચવા માટે મોકલ્યા હતા

ગ્રામ્ય SOGએ આ કેસમાં જાણવા જોગ ફરિયાદ નોંધીને એમ્બરગ્રીસની ચકાસણી કરવા FSLમાં મોકલી છે અને ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીને વોન્ટેડ આરોપી ભરત સરવૈયાએ એમ્બરગ્રીસ વેચવા માટે મોકલ્યા હતા. સાથે જ આરોપીઓ પણ એમ્બરગ્રીસ વેચવા માટે અન્ય કોઈને ફિરાકમાં હતા. સ્પર્મ વ્હેલ માછલી વોમિટનો દુલર્ભ પદાર્થ હેરાફેરી કરનાર બંનેને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી 2.976 કિલોની જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 2.90 કરોડ થાય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વોન્ટેડ આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે, બીજી બાજુ એમ્બરગ્રીસની હેરાફેરી લઈ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે.

વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે

નોંધનીય છે કે ભારતમાં વ્હેલ માછલીઓ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે, જેના કારણે એમ્બરગ્રીસનો વેપાર, વેચાણ, ખરીદી અને સંગ્રહ ગેરકાયદેસર છે. વિશ્વભરમાં આ પદાર્થ માટે મોટું ગેરકાયદેસર નેટવર્ક ચાલે છે. ત્યારે એમ્બરગ્રીસ એક દુર્લભ કુદરતી પદાર્થ છે, જે અમુક વ્હેલ માછલીઓના પેટમાં આ પદાર્થ રચાય છે અને તે ઉત્સર્જન થવાથી સમુદ્રમાં વરસો સુધી તરતો રહે છે. સમય જતા તે એક ખાસ સુગંધ ધરાવતો મોંઘો પદાર્થ બની જાય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે લક્ઝરી પરફ્યુમ ઉદ્યોગમાં ફ્રેગ્રન્સ સ્ટેબિલાઈઝર તરીકે થાય છે.

  • Follow us on: