અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ત્રણ મૃતદેહ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. સાયન્સ સિટી, રામોલ અને સરખેજ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાયન્સ સિટી વિસ્તારમાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. કાર ચાલકનું હાર્ટ એટેકને લીધે મોત થયુ હોવાનું અનુમાન છે. રામોલમાંથી એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઉપરાંત સરખેજ ધોળકા હાઈવે પરથી પણ એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાંથી કારમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ થવા પામી છે. કાર ચાલક 45 વર્ષિય હર્ષદ પટેલ હોવાનું સામે આવ્યું છે. તેઓ શેલા ખાતેના ઘરેથી નીકળ્યા હતાં. તેમનો રોડની સાઈડમાં પાર્ક થયેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેમનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન છે. સોલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.













