અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. રિડેવલપમેન્ટ બાબતે મારામારી થતા વાતાવરણ તંગ બન્યુ છે. હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અને વિવાદને શાંત કરવા પ્રયાસ હાથ ધર્યા છે. કોન્ટ્રાક્ટરે લગાવેલા પતરાના શેડ જગ્યાના ભાડુઆતે તોડી નાખ્યા હતા. જગ્યા મલિકે રિડેવલપમેન્ટ માટે હસ્સાન કાજીને કામ સોંપ્યું હતું. જગ્યાના ભાડુઆત અબ્દુલ અજીમ પઠાણ, ઈમ્તિયાઝ પઠાણ, સમીર શેખ, માજિદ પઠાણે મારામારી કરતા મામલો બિચકાયો હતો.


રિડેવલપમેન્ટ બાબતે થઇ મારામારી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એડવર્ડ બાગ ખાતે મારામારીની ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ હતી. અને ફૂટેજના આધારે પોલીસે તપાસ શરુ કરી છે. ભાડુઆતે 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. અને આ અંગે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જે સ્થળ પર રિડેવલપમેન્ટ થવાનું હતુ. તેના માલિકે હસ્સાન કાનજીને આ કામ સોંપ્યુ હતું. અબ્દુલ પઠાણ, ઈમ્તિયાઝ પઠાણે મારામારી કરતા હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સમીર શેખ, માજિદ પઠાણે મારામારી કરી હોવાનું સામે આવ્યુ છે.

પોલીસ તપાસ હાથ ધરાઇ

અમદાવાદમાં રિડેવલપમેન્ટ બાબતે ગતિવિધીઓ તેજ થઇ છે. રિડેવલપમેન્ટ અંગે સ્થાનિકોમાં મતભેદ સર્જાતા હોય છે. જેના કારણે આ મામલે ગરમાવો જોવા મળે છે. ત્યારે દાણીલીમડા વિસ્તારમાં રિડેવલપમેન્ટની ઘટનાએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને પોલીસે મધ્યસ્થતા કરી હતી. આગામી તપાસ પોલીસે સીસીટીવીના આધારે શરુ કરી છે. આરોપીઓને આ અંગે સજા ફટકારવામાં આવશે. 

  • Follow us on: