ગુજરાતના 1,175 કરોડ કરતાં પણ વધારે લોકોને ફ્ટબોલ ટીમોના સ્કોર બતાવીને દાની ડેટા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી રૂ.3.50 કરોડનું કૌભાંડ આચરનારી ઠગ ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકીએ કુલ રૂ.4,600 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની માહિતી બહાર આવી હતી.જેમાં ચીનના નાગરિકે ગુજરાતમાં આવીને સ્થાનિક ગેંગની મદદથી સમગ્ર છેતરપિંડી આચરી હતી.સીઆઈડી ક્રાઈમે 89 બેન્ક એકાઉન્ટમાં થયેલા રૂ.4,600 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે EDને જાણ કરી હતી. ત્યાર બાદ EDએ તપાસ શરૂ કરી હતી. આ કેસમાં EDએ અમદાવાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
ભોગ બનનારા 1175 લોકોએ રૂપિયા ગુમાવ્યા













